Saturday, September 28, 2013

રાજ્યોની રચના રાજકીય દ્રષ્ટીએ નહિ પરંતુ વિકાસની દ્રષ્ટીએ થવી જોઈએ

તાજેતરમાં તેલંગાનાની રચના થઇ સાથે અન્ય રાજ્યોની માંગ પણ પ્રબળ બની છે. તેલંગાના ને જ્યારથી આન્ધ્ર સાથે ભેળવાયું ત્યારથી તેને અન્યાયની વાત સામે આવી રહી છે. નદીઓના પાણી, સિંચાઈ, કુદરતી સંસાધનો કે અન્ય પ્રાથમિક સુવિધાઓ હોય તેમાં તેને અન્યાય થયો છે. આવો અન્યાય ગુજરાતમાં સૌરાષ્ટ્ર ને, પશ્ચિમ બંગાળમાં ગોરખાલેંડ ને, આસામમાં બોડોલેન્ડ ને,મહારાષ્ટ્રમાં વિદર્ભ ને, U.P.માં હરિત પ્રદેશ, પૂર્વાંચલ તથા બિહારમાં મિથીલાન્ચલ વગેરે ને થાય છે.
દુનિયાના વિકસિત દેશો સામે નજર કરીએ તો પણ આપણને ખ્યાલ આવશે કે જ્યા સત્તાનું વિકેન્દ્રીકરણ છે, વધુ રાજ્યો છે ત્યાં વધારે વિકાસ થયો છે. U.S.A. માં ૩૨ કરોડ ની વસ્તી માં ૫૦ રાજ્યો છે, રશિયા માં ૧૪ કરોડ ની વસ્તી માં ૮૩ રાજ્યો છે, જાપાન માં ૧૩ કરોડ ની વસ્તી માં ૪૭ રાજ્યો છે, ફ્રાંસ માં ૬ કરોડની વસ્તીમાં ૨૬ રાજ્યો છે, U.K. માં ૬ કરોડની વસ્તીમાં ૯૬ રાજ્યો છે. જેમ રાજ્યો નાના તેમ વહીવટી સરળતા વધુ. નાના રાજ્યોમાં સ્થાનિક જરૂરિયાતો સહેલાઈ થી પૂરી થઇ શકે છે. જાહેર સંસાધનોનું સારૂ વ્યવસ્થાપન, અમલીકરણ અને ફાળવણી સરળતા થી થઇ શકે છે. નાના રાજ્યોનું અને નાના રાજ્યોમાં પ્રતિનિધિત્વ સારી અને સરળ રીતે થઇ શકે છે. ગુજરાતની જ વાત કરીએ તો પહેલે થી જ ગુજરાત વિકસિત છે પણ સૌરાષ્ટ્રના અંતરિયાળ ક્ષેત્રો સુધી વિકાસ પહોચ્યો જ નથી. ખેતી, સિંચાઈ, શિક્ષણ, રોજગાર, પાણી, તબીબી સેવાઓ- કોઈ પણ ક્ષેત્ર હોય, સૌરાષ્ટ્રને આ બાબતોમાં હજી પણ વિકાસ જોવાની તક નથી મળી.
ભારતનો વિકાસ કરવો હોય તો નાના રાજ્યો દ્વારા થાય. નાના રાજ્યો કરવા એ કઈ દેશ ના ભાગલા પાડવા નથી.  જે સુવિધા ઉત્તરાખંડને ઉત્તર પ્રદેશમાં ન મળતી એ હવે મળે છે. જે સુવિધા ઝારખંડને બિહારમાં ન મળતી એ હવે મળે છે. જે સુવિધા છત્તીસગઢને મધ્ય પ્રદેશમાં ન મળતી એ હવે મળે છે. હવે આને કઈ દેશના ભાગલા ના કેહવાય. આને વિકેન્દ્રીકરણ કેહવાય. આથી રાજ્યો અને દેશનો વિકાસ થાય. વિકાસ કરવો હોય તો સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી છે. સૌરાષ્ટ્રમાં વિકાસ માટે ઘણો અવકાશ છે. વહીવટી સરળતા અને ઉંચો વિકાસ દર જો હાસલ કરવા હોય તો સૌરાષ્ટ્ર અલગ થાય તે જરૂરી છે. જેમ નાના અને વધારે રાજ્યો તેમ વિકાસ વધારે. એક શાળાના વર્ગખંડમાં ૧૦૦ વિદ્યાર્થીઓ ભણે છે અને બીજામાં ૩૦. દેખીતી વાત છે કે બીજા વર્ગખંડના વિદ્યાર્થીઓ પર વધારે ધ્યાન આપી શકાય અને વધુ સારી રીતે ભણાવી શકાય.
જો જે-તે પ્રદેશના વિકાસને ધ્યાનમાં લઇને રાજ્યોની રચના કરવામાં આવે તો ચોક્કસ જ રાજ્યોનો અને દેશનો વિકાસ થાય છે. નાના રાજ્યો, સુખી રાજ્યો. માન્યામાં ન આવતું હોય તો રશિયા, જાપાન, U.K. અને U.S.A.ના ઉદાહરણો જ જોઈ લો.

No comments:

Post a Comment

सचिन कौन है?

शिक्षा पद्धति और सरकारी तंत्र पर एक बढ़िया कटाक्ष... http://puraneebastee.blogspot.in/2014/07/hindi-satire-kaun-sachin.html