વાયરા વાયાને વાદળ
હાલ્યા,
ખેડુઓ વાવણીયે ચાલ્યા,
ભોમ પર વાદળ ઢોળાયા
ને નદી-નાળાં છલકાયા.
ઘરે-ઘરે આનંદ છવાયો,
ત્યારે શોક કોઈ ન ફાવ્યો,
વાદળ-સવારી મેઘરાજ લાવ્યો
ને કાળ-ઝાળ ગરમીનો કહેર ઓછો કરાવ્યો.
ખેડૂતને ઘરે મીઠાઈઓ વહેચાણી,
જયારે સૂર્ય-રથની લગામ ખેંચાણી,
વીજળીઓમાં થઇ ખેંચાતાણી
ને વરસાદમાં નહાતી વખતે આ દુનિયા ભૂલાણી.
ખેડુઓ વાવણીયે ચાલ્યા,
ભોમ પર વાદળ ઢોળાયા
ને નદી-નાળાં છલકાયા.
ઘરે-ઘરે આનંદ છવાયો,
ત્યારે શોક કોઈ ન ફાવ્યો,
વાદળ-સવારી મેઘરાજ લાવ્યો
ને કાળ-ઝાળ ગરમીનો કહેર ઓછો કરાવ્યો.
ખેડૂતને ઘરે મીઠાઈઓ વહેચાણી,
જયારે સૂર્ય-રથની લગામ ખેંચાણી,
વીજળીઓમાં થઇ ખેંચાતાણી
ને વરસાદમાં નહાતી વખતે આ દુનિયા ભૂલાણી.
- રાજ રીન્ડાણી